- પ્લાસ્ટિકથી વીંટી લો કેળાના ડીંટા
- વિનેગરથી ધોઈને રાખવાથી નહીં થાય કાળા
- એરટાઈટ પ્લાસ્ટિક બેગમાં રાખીને ફ્રિઝરમાં સ્ટોર કરો
કેળા એક એવું ફળ છે જે સરળતાથી દરેક જગ્યાએ મળે છે. આ હેલ્થ માટે લાભદાયી રહે છે. આ કારણ છે કે તેને સુપરફૂડની કેટેગરીમાં રાખવામાં આવે છે. જો તમે રોજ એક કેળાનું સેવન કરો છો તો તમારી હેલ્થ સારી રહેશે અને સાથે તમે એનર્જીથી ભરપૂર રહેશો. તે સસ્તું રહેશે. આ સાથે તમે તેને ડાયટમાં સામેલ પણ કરી શકશો. પણ ગરમીની સીઝનમાં આ મુશ્કેલી વધી જાય છે. તેને ખરીદીને લાવ્યા બાદ તે જલ્દી કાળા પડે છે. તો જાણો કેળાને ખરીદીને લાવ્યા બાદ શું કરવાથી તે લાંબો સમય ફ્રેશ રહેશે. જાણો કામની ટિપ્સ પણ.
લટકાવીને રાખો
કેળાને લાંબા સમય સુધી ફ્રેશ રાખવા ઈચ્છો છો તો તેને ટેબલ કે કોઈ સર્ફેસ પર રાખવાના બદલે તેને લટકાવીને રાખો. આ માટે કેળાના ડીંટાના ભાગમાં દોરો બાંધો અને સાથે તેને લટકાવો. તે ઝડપથી પાકશે નહીં અને ફ્રેશ રહેશે. આ સાથે ધ્યાન રાખો કે તેમાં ક્યાંય કટ લાગેલો ન હોય.
પ્લાસ્ટિકનો કરો ઉપયોગ
કેળાને સડતા અટકાવવા માટે તેના ડીંટાને અલગ કરો અને તેને અલગ અલગ પ્લાસ્ટિકથી લપેટીને રાખો. ધ્યાન રાખો કે પ્લાસ્ટિક ફક્ત કેળાના ઉપરના ભાગ પર લપેટાયેલું હોય. તેનાથી તેના પાકવાની પ્રોસેસ ધીમી થઈ જાય છે. તેમાંથી નીકળતા એથિલિન ગેસનું પ્રમાણ પણ ઘટે છે. તેનાથી કેળા 4-5 દિવસ સુધી ફ્રેશ રહે છે.
વિનેગરથી ધોઈ લો
કેળાને જલ્દી ખરાબ થતા અટકાવવા માટે વિનેગરનો ઉપયોગ કરી શકાય છે. આ માટે મોટા વાસણમાં પાણી લો અને તેમાં વિનેગર મિક્સ કરો. તેમાં કેળાને ડુબાડીને કાઢી લો અને ટીંગાડીને રાખો.
એરટાઈટ પાઉચનો કરો ઉપયોગ
જો તમે કેળાને અનેક દિવસો સુધી સ્ટોર કરવા ઈચ્છો છો તો તેને માટે કેળાને એક એરટાઈટ પ્લાસ્ટિક બેગમાં રાખીને ફ્રિઝરમાં જમાવી દો. તેનાથી તમે તેને 1 મહિના સુધી સ્ટોર કરી શકશો. ઉપયોગમાં લેવાના અડધો કલાક પહેલા તેને ડિફ્રોઝ કરી લો.