ઘરે સસ્તામાં બનાવો આ ખાસ મોઈશ્ચરાઈઝર, રાતે લગાવવાથી મળશે નિખાર

  • ગ્લિસરીન, ગ્રીન ટી બેગ અને લીંબુનો રસ પણ કરશે કમાલ
  • ઘરે બનાવેલા ખાસ મોઈશ્ચરાઈઝરનો રાતના સમયે કરો ઉપયોગ
  • સ્કીન પર નવો ગ્લો આવશે અને સાથે જ ચહેરાની ગંદગી હટાવી શકાશે

મધ એક નેચરલ સ્વીટનર છે જે વિટામિન, એમિનો એસિડ, પ્રોટીન અને મિનરલ્સ જેવા ગુણોથી ભરપૂર હોય છે. આ માટે તે હેલ્થની સાથે સાથે તમારી સ્કીન માટે લાભદાયી રહે છે. એવામાં તમે મધનું મોઈશ્ચરાઈઝર બનાવવાની રીત જાણી લો તે તમારા માટે ફાયદારૂપ બનશે. તેના ઉપયોગથી સ્કીનની ગંદગી હટાવવામાં મદદ મળશે. આ સાથે સ્કીન ગોરી, કોમળ બનશે. તો જાણો કઈ રીતે બનશે મધનું મોઈશ્ચરાઈઝર.

મધનું મોઈશ્ચરાઈઝર બનાવવાની સામગ્રી  • 1 ચમચી મધ
  • 5-6 ટીપા ગ્લિસરીન
  • 1 ગ્રીન ટી બેગ
  • 1/2 ચમચી લીંબુનો રસ

જાણો કેવી રીતે બનાવશોમધ મોઈશ્ચરાઈઝર બનાવવા માટે સૌથી પહેલા એક બાઉલ લો. તેમાં મધ અને ગ્લિસરીન મિક્સ કરો. આ પછી તમે તેમાં ગ્રીન ટીનું પાણી અને લીંબુનો રસ મિક્સ કરો. તમે તમામ ચીજોને મિક્સ કરીને ક્રીમી પેસ્ટ બનાવો. આ પછી પેસ્ટને કાચના વાસણમાં ભરીને સ્ટોર કરો. તમારું મધ મોઈશ્ચરાઈઝર બનીને તૈયાર છે. સારા રિઝલ્ટ માટે તમે આ ક્રીમને રોજ રાતે ફેસ પર લગાવો. આખી રાત તેને ફેસ પર લગાવીને રાખો. સવારે પાણીથી ચહેરો ધોઈ લો. તમારી ડ્રાય સ્કીનની સમસ્યા દૂર થશે.  

Source link

Leave a Comment