ચીની કંપની Alibabaનો ખુલાસો, નહીં થાય છટણી પરંતુ કરાશે નવી રિક્રૂરમેન્ટ!

  • કર્મચારીઓને કાઢવા એ નોર્મલ ઈન્ફ્લોનો ભાગ
  • કંપની 3000 યૂનિવર્સિટી ગ્રેજવેટની નિમણૂંક કરશે
  • કંપની કર્માચરીઓનું અન્ય વિભાગમાં ટ્રાન્સફર કરશે

ચીનની સૌથી મોટી કંપની અલીબાબા ગ્રૂપ હોલ્ડિંગ લિમિટેડે 15000 લોકોને કામ પર રાખવાની યોજના બનાવી છે. દિગ્ગજ ચીની ટેક્નિકલ ગ્રૂપ નોકરીમાં ઘટાડો કરશે એ વાતને તેઓએ નકારી છે. તેની સાથે હાયરિંગ સિસ્ટમ એ પણ સાબિત કરી રહી છે કે કંપની નવા લોકો લઈ રહી છે.

ગુરુવારે આવ્યું ખાસ નિવેદન

એક રિપોર્ટ અનુસાર ચીની ઈ-કોમર્સ પ્લેટફોર્મે કહ્યું કે 6 પ્રમુખ બિઝનેસ ડિવિઝનને મિક્સ કરીને 15000 નવી નિમણૂંક કરાશે. કંપનીએ કહ્યું કે તે 3000 યૂનિર્વસિટી ગ્રેજવેટની નિમણૂંક કરશે. ચીની ટેક ફર્મે કર્મચારીઓની છટણીની વાતને અફવા ગણાવી છે અે કર્મચારીઓને કાઢવું એ એક નોર્મલ ઈન્ફ્લોનો ભાગ ગણાવાયો છે.

શું કહ્યું હતું બ્લૂમબર્ગે

બ્લૂમબર્ગે આ અઠવાડિયાની શરૂઆતમાં કહ્યું કે અલીબાબાના ક્લાઉડ ડિવિઝને નોકરીમાં છટણીનો દોર શરૂ કર્યો છે. આ પ્રક્રિયાના સમયે કંપનીના કર્મચારીઓની સંખ્યા લગભગ 7 ટકા ઘટી શકે છે. આ સાથે કંપની અલીબાબા એમ્પાયરને અન્ય ભાગમાં ટ્રાન્સફર કરશે. કેમકે આ સ્પિન ઓફ અને આઈપીઓની રજૂઆત માટે ઝડપથી વધતા ક્લાઉડ યૂનિટ તૈયાર કરી રહી છે. ઈ કોમર્સની દિગ્ગજ કંપનીએ કહ્યું કે તે પોતાના ઓપરેશનને 6 ભાગમાં વિભાજિત કરી રહી છે.  

Source link

Leave a Comment