નીતા અંબાણીએ ગાંધીનગરના કોટેશ્વર મહાદેવના દર્શન કર્યા

  • મોટેરા સ્ટેડિયમ નજીક કોટેશ્વર મહાદેવ મંદિર આવેલું છે
  • મેચની એક ઇનિંગ જોયા બાદ દર્શન કરવા પહોંચ્યા
  • આજે મુંબઈ ઇન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે મેચ હતી

મુંબઈ ઈન્ડિયન્સના ઓનર અને રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણી આજે IPLની મેચ જોવા માટે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (મોટેરા સ્ટેડિયમ) ખાતે આવ્યા હતા. આજે મુંબઈ ઇન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે મેચ હતી. આજના મેચની પહેલી ઈનિંગ્સ પૂરી થયા બાદ નીતા અંબાણી ગાંધીનગરના કોટેશ્વર ગામમાં આવેલા કોટેશ્વર મહાદેવન દર્શન કરવા માટે ગયા હતા.

MIની ટીમ માટે માગ્યા આશીર્વાદ

નીતા અંબાણી એ મુંબઈ ઈન્ડિયન્સના ઓનર છે અને મુંબઈ ઇન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે મેચ રમાઈ હતી તેમાં ટીમનો ઉત્સાહ વધારવા માટે નીતા અંબાણી મેચ જોવા માટે આવ્યા હતા. મુંબઈની ઈનિંગ્સ પૂરી થયા બાદ નીતા અંબાણી સ્ટેડિયમ નજીક આવેલા કોટેશ્વર મહાદેવન દર્શન કર્યા હતા અને મહાદેવને અભિષેક કર્યો હતો.

Source link

Leave a Comment