ફંડોની શેરોમાં ધૂમ ખરીદી : નિફટી 18500 ક્રોસ : સેન્સેક્સ 629 પોઈન્ટની છલાંગ


અમેરિકામાં ડેટ સીલિંગ ટૂંક સમયમાં વધવાના સંકેતે મંદીને બ્રેક

મુંબઈ: અમેરિકાને ડિફોલ્ટ થતાં બચાવવા દેવાની મર્યાદામાં વધારો કરવો અનિવાર્ય બની ગયો હોઈ આ માટેની મુદ્દત નજીક છે, ત્યારે વાટાઘાટનો દોર ચાલુ હોવા સાથે હવે ટૂંક સમયમાં નિર્ણય લેવાઈ જવાના  સંકેતે વૈશ્વિક બજારોમાં રિકવરી સાથે ભારતીય અર્થતંત્ર વિશ્વની આર્થિક વૃદ્વિને પાછળ મૂકી દઈ ઝડપી વૃદ્વિ કરશે એવા અંદાજોએ  આજે શેરોમાં ઓલ રાઉન્ડ  તેજી થઈ હતી. ફોરન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ)ની શેરોમાં સતત ખરીદી સાથે લોકલ ફંડોની પણ લેવાલી કાયમ રહેતાં અને કોર્પોરેટ ઈન્ડિયાના પ્રોત્સાહક પરિણામોએ શેરોમાં તેજી આગળ વધી હતી. ફંડોએ ખરીદી કરતાં સેન્સેક્સ ૬૨૫૦૦ની સપાટી  અને  નિફટી ૧૮૫૦૦ની સપાટી કુદાવી ગયા હતા. અંતે સેન્સેક્સ ૬૨૯.૦૭  પોઈન્ટ ઉછળીને ૬૨૫૦૧.૬૯ અને નિફટી સ્પોટ ૧૭૮.૨૦ પોઈન્ટની છલાંગે ૧૭૮.૨૦ પોઈન્ટ વધીને ૧૮૪૯૯.૩૫ બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૩૦ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૯૦૭  અને ઘટનારની સંખ્યા ૧૬૦૦ રહી હતી.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ માં ફંડોની તેજી

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા રીટેલ ક્ષેત્રે ઝડપી વિકાસ વ્યુહ અપનાવી એક પછી એક એક્વિઝિશન કરતાં રહી લોટસ ચોકલેટનું એક્વિઝિશન પૂર્ણ કર્યા સાથે અલેન્સના બુગલ્સને ભારતમાં રજૂ કરવા જનરલ મિલ્સ સાથે ભાગીદારી કર્યાના અહેવાલ વચ્ચે શેરમાં ફંડોની તેજીએ રૂ.૬૬.૫૫ વધીને રૂ.૨૫૦૬.૫૦ રહ્યો હતો.

આઈટી ઈન્ડેક્સની ૩૮૭ પોઈન્ટની છલાંગ

આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી ક્ષેત્રે ફરી વૈશ્વિક  બિઝનેસ તકો વધવાના અને ખર્ચ કાપ બાદ ઘણી કંપનીઓની નફાશક્તિમાં વધારો થવાની  અપેક્ષાએ અમેરિકી શેર બજાર નાસ્દાક પાછળ આજે ફંડો વ્યાપક ખરીદદાર બન્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૩૮૭.૫૫ પોઈન્ટની છલાંગે ૨૯૨૭૧.૨૭ બંધ રહ્યો હતો. ન્યુક્લિયસ સોફ્ટવેર રૂ.૧૩૪.૮૫ ઉછળીને રૂ.૮૦૯.૨૦, સોનાટા રૂ.૪૮.૭૫ વધીને રૂ.૯૭૫.૫૫, ઝેનસાર ટેક રૂ.૧૫.૫૫ વધીને રૂ.૩૭૬.૨૫, માસ્ટેક રૂ.૭૩.૭૫ વધીને રૂ.૧૯૮૯.૭૦, કોફોર્જ રૂ.૧૬૪.૮૫ વધીને રૂ.૪૪૬૬.૮૫, ટાટા એલેક્સી રૂ.૨૦૯.૩૫ વધીને રૂ.૭૪૬૭.૧૫, એમ્ફેસીસ રૂ.૪૭.૩૫ વધીને રૂ.૧૯૭૮.૫૦ રહ્યા હતા.

ઓટો શેરોમાં ફંડોનું વધતું આકર્ષણ

ઓટોમોબાઈલ ઉદ્યોગ માટે વૃદ્વિના ઊજળા અંદાજો સાથે કંપનીઓ દ્વારા નવા વાહનો રજૂ કરવાના અને વેચાણને સારો પ્રતિસાદ મળી રહ્યાના અહેવાલે ફંડોની ઓટો શેરોમાં સતત ખરીદી રહી હતી. કયુમિન્સ ઈન્ડિયા સારા પરિણામે સતત આકર્ષણે રૂ.૮૪.૬૦ વધીને રૂ.૧૭૩૪.૮૦, ટયુબ ઈન્વેસ્ટમેન્ટ રૂ.૧૧૫.૨૦ વધીને રૂ.૯૩૯૭.૧૫, બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.૨૪.૯૫ વધીને રૂ.૨૪૬૮.૬૦, આઈશર મોટર્સ રૂ.૩૫.૭૫ વધીને રૂ.૩૬૮૯, એમઆરએફ રૂ.૯૨૪.૮૦ વધીને રૂ.૯૭,૬૧૯, ઉનો મિન્ડા રૂ.૪.૯૦ વધીને રૂ.૫૪૬.૫૦, બોશ રૂ.૧૬૮.૩૫ વધીને રૂ.૧૮,૯૫૦.૯૦ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૨૫૮.૭૯  પોઈન્ટ વધીને ૩૨૫૬૭.૯૮ રહ્યો હતો.

એફએમસીજી શેરોમાં ફંડોની આક્રમક તેજી

એફએમસીજી શેરોમાં  ફંડોએ આજે તેજીનો નવો આક્રમક રાઉન્ડ શરૂ કર્યો હોઈ એમ વ્યાપક ખરીદી કરી હતી. બેકટર્સ ફૂડ રૂ.૫૯.૬૦ ઉછળીને રૂ.૭૧૯.૫૦, ટેસ્ટી બાઈટ રૂ.૭૭૯.૦૫ વધીને રૂ.૧૧,૭૧૯, ગ્લોબસ સ્પિરીટ્સ રૂ.૬૧.૯૫  વધીને રૂ.૧૧,૭૧૯, ઝુઆરી ઈન્ડસ્ટ્રીઝ રૂ.૭.૪૫ વધીને રૂ.૧૪૫.૫૫, વરૂણ બિવરેજીસ રૂ.૭૬.૯૦ વધીને રૂ.૧૭૦૧.૪૫, મેરિકો રૂ.૧૫.૮૫ વધીને રૂ.૫૪૪.૨૫, જીલેટ ઈન્ડિયા રૂ.૧૧૨.૯૦ વધીને રૂ.૪૩૯૧.૬૦, હિન્દુસ્તાન યુનિલિવર રૂ.૫૧.૯૦ વધીને રૂ.૨૬૫૧.૬૦, ગોદરેજ કન્ઝયુમર રૂ.૧૯.૮૦ વધીને રૂ.૧૦૪૯.૭૫ રહ્યા હતા. બીએસઈ એફએમસીજી ઈન્ડેક્સ ૨૩૧.૪૫ પોઈન્ટ વધીને ૧૮,૧૨૭.૪૦ બંધ રહ્યો હતો.

મેટલ શેરોમાં મંદીને બ્રેક

મેટલ-માઈનીંગ શેરોમાં ગઈકાલ સુધી ચાઈનાના નેગેટીવ અહેવાલે વેચવાલી નીકળ્યા બાદ આજે ફરી ફંડો તેજીમાં આવ્યા હતા. નાલ્કો રૂ.૩.૯૯ વધીને રૂ.૮૪.૫૧, હિન્દાલ્કો રૂ.૯ વધીને રૂ.૪૧૩.૪૦, જિન્દાલ સ્ટીલ રૂ.૯.૫૦  વધીને રૂ.૫૨૦.૩૦, ટાટા સ્ટીલ રૂ.૧.૫૦ વધીને રૂ.૧૦૬.૪૦, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૪.૬૫ વધીને રૂ.૭૧૦.૫૫, વેદાન્તા રૂ.૧.૮૫  વધીને રૂ.૨૯૭.૬૫ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૨૦૫.૭૩ પોઈન્ટ વધીને ૧૯,૭૬૩.૧૯ બંધ રહ્યો હતો.

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં તેજીના મંડાણ

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ફંડો ફરી તેજીમાં આવ્યા હોય એમ આજે વ્યાપક ખરીદી થઈ હતી. ફેડરલ બેંક રૂ.૨ વધીને રૂ.૧૨૫.૩૦, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૧૦.૭૫ વધીને રૂ.૯૫૦.૫૫, બેંક ઓફ બરોડા રૂ.૧.૭૦ વધીને રૂ.૧૮૩.૫૦, કોટક મહિન્દ્રા બેંક રૂ.૧૫ વધીને રૂ.૧૯૪૪.૯૫, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૪.૫૫ વધીને રૂ.૫૮૫.૮૫ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૩૬૪.૯૬ પોઈન્ટ વધીને ૪૯૯૬૦.૫૦ બંધ રહ્યો હતો.

રોકાણકારોની સંપતિ-રૂ.૨.૩૪ લાખ કરોડ વધી

ઈન્ડેક્સ બેઝડ શેરોમાં તોફાની સાથે સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં વ્યાપક ખરીદી થતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૨.૩૪ લાખ કરોડ વધીને રૂ.૨૮૨.૬૭ લાખ કરોડ પહોંચ્યું હતું.

Source link

Leave a Comment