રિપોર્ટઃ ચીનમાં કોરોનાની નવી લહેર મચાવશે તબાહી, આ સમયે વધારે હશે સંક્રમણ

  • મહામારીને પહોંચી વળવા ફરીથી વેક્સીનેશન જરૂરી બનશે
  • ઝીરો કોવિડ નીતિને ખતમ કર્યા બાદ બની શકે છે ચેલેન્જ
  • લોકોને માસ્ક પહેરવાની અને ભીડવાળા વિસ્તારોથી દૂર રહેવાની સલાહ અપાઈ

ચીનના અધિકારીઓ કોરોના વાયરસની નવી લહેરને લઈને પહેલાથી જ સજાગ જોવા મળી રહ્યા છે. હકીકતમાં ચીની અધિકારીઓ કોવિડના નવા પ્રકારનો સામનો કરવા માટે રસી પર ભાર મૂકી રહ્યા હોય તેવું લાગે છે. એવું માનવામાં આવે છે કે જૂન સુધીમાં આ નવો પ્રકાર સમગ્ર દેશમાં ઝડપથી ફેલાઈ જશે અને તે દરમિયાન લગભગ 65 મિલિયન લોકોને ચેપ લાગશે. એક રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે.

મહામારીને પહોંચી વળવા ફરીથી વેક્સીનેશન જરૂરી બનશે

સત્તાવાર મીડિયા સૂત્રોના જણાવ્યા અનુસાર ચીની મહામારી વૈજ્ઞાનિક ઝોંગ નાનશને સોમવારે જણાવ્યું હતું કે XBB ઓમિક્રોન સબ-વેરિયન્ટ્સ (XBB. 1.9.1, XBB. 1.5, અને XBB. 1.16) માટે બે નવી રસીઓ લોન્ચ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે. ઝોંગે કહ્યું કે ત્રણથી ચાર અન્ય રસીઓને ટૂંક સમયમાં મંજૂર કરવામાં આવશે, પરંતુ વધુ વિગતો આપી નથી.

નવી મહામારીને લઈને એલર્ટ થયું ચીન

ચીને તેની શૂન્ય-કોવિડ નીતિ સમાપ્ત કરી ત્યાર પછી આ વાયરસની નવી અને સૌથી મોટી લહેર હોઈ શકે છે. ચીનમાં સત્તાવાળાઓ દાવો કરે છે કે વર્તમાન લહેર ઓછી ગંભીર હશે, પરંતુ જાહેર આરોગ્ય નિષ્ણાતોને ડર છે કે જો લહેરનો સામનો કરવા માટે પગલાં લેવામાં નહીં આવે તો વૃદ્ધ વસ્તીમાં મૃત્યુ દરમાં વધુ વધારો થઈ શકે છે.

જાહેર જનતાને સલાહ

બેઇજિંગ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન અનુસાર, ગયા મહિનાની સરખામણીમાં આ મહિલા વેરિઅન્ટના કારણે સંક્રમિતોની સંખ્યામાં વધારો થયો છે. ચીનના લોકોને આરોગ્ય નિષ્ણાતો દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું છે કે ફરીથી ચેપના હળવા લક્ષણો જોવા મળી રહ્યા છે, પરંતુ હોસ્પિટલોમાં ગયા શિયાળાની જેમ ભીડ નહીં હોય. નિષ્ણાતોએ લોકોને માસ્ક પહેરવાની અને ભીડવાળા વિસ્તારોમાંથી દૂર રહેવાની સલાહ આપી છે.

Source link

Leave a Comment