વાંચો તમારું 27 મે, 2023નું રાશિ ભવિષ્ય

મેષ : જેમ દિવસ પસાર થતો જાય તેમ આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ઉકેલ આવતો જાય. હર્ષ લાભ રહે.

વૃષભ : આપના કામમાં ઉતાવળ કરવી નહીં. કોઈના દોરવાયા દોરવાઈ જવું નહીં. ઘર-પરિવારની ચિંતા અનુભવાય.

મિથુન : આપના કાર્યની પૂર્તિ માટે બહાર કે બહારગામ જવાનું બને. દેશ- પરદેશના કામમાં આપને સાનુકુળતા મળી રહે.

કર્ક : આપના કાર્યમાં ઘર- પરિવારનો સાથ-સહકાર મળી રહે. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી લાભ થાય.

સિંહ : આપને માનસિક પરિતાપ – વ્યગ્રતા રહે. તેમ છતાં આપના કામમાં વ્યસ્ત રહીને તેનો ઉકેલ લાવી શકો.

કન્યા : આપને કામમાં પ્રતિકૂળતા જણાય. હરિફવર્ગ – ઇર્ષ્યા કરનાર વર્ગ આપને મુશ્કેલીમાં મૂકવાના પ્રયત્નો કરે.

તુલા : આપના કાર્યમાં અન્યનો સાથ સહકાર મળી રહે. આપના કામની કદર પ્રશંસા થવાથી હર્ષ લાભ રહે.

વૃશ્ચિક : આપના કામમાં સતત દોડધામ વ્યસ્તતા રહે. કોઇને કોઇ કામ રહે. જો કે કામનો ઉકેલ આવવાથી રાહત થાય.

ધન : નોકરી-ધંધાના કામમાં સાનુકુળતા થતી જાય. દેશ પરદેશના કામમાં પ્રગતી જણાય. આપના કામમાં ઉકેલ આવે.

મકર : આપે તન – મન – ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક વાદ વિવાદથી સંભાળવું પડે.

કુંભ : આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. આપના મહત્વના કામનો ઉકેલ આવવાથી આનંદ રહે.

મીન : આપના કામ અંગે દોડધામ- શ્રમ- ખર્ચ અનુભવાય. જો કે કામનો ઉકેલ આવવાથી આપને રાહત થતી જાય.

– અગ્નિદત્ત પદમનાભ

Source link

Leave a Comment