શુદ્ધ પાણીની માગણી: મોડાસાના બાલાપીર દરગાહ વિસ્તારમાં પીવાનું શુદ્ધ પાણી ન મળતું હોવાની બૂમ

મોડાસા34 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • ત્રણ દિવસે પીવાનું પાણી એક કલાક જ મળે છે: સ્થાનિકો

મોડાસાના કસ્બા બાલાપીર દરગાહ વિસ્તારમાં પીવાનું શુદ્ધ પાણી ન મળતું હોવાનું અને ત્રણ દિવસે માત્ર એક કલાક જ પાણી મળતું હોવાની ગૃહિણીઓની ફરિયાદ ઉઠી છે. ગૃહિણીઓએ બે કલાક અને તે પણ શુદ્ધ પાણી આપવામાં આવે તેવી માગણી કરી છે.

ચીફ ઓફિસર સંજય પંડ્યાએ માઝૂમ ડેમમાં રિપેરિંગ કામ ચાલતું હોવાનું અને ઉનાળામાં પાણીની અછતના કારણે પાણી કરકસરથી વાપરવામાં આવે તે માટે પણ તેમણે શહેરીજનોને અનુરોધ કર્યો હતો. વરસાદ ખેંચાય તો પાલિકા દ્વારા નર્મદા કેનાલમાંથી પાણી તળાવમાં શિફ્ટ કરીને શહેરીજનોને પાણી પૂરું પાડવા આયોજન કરાયું છે.

Source link

Leave a Comment