બનાસકાંઠા (પાલનપુર)20 મિનિટ પહેલા
- કૉપી લિંક
બનાસકાંઠા જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ જિલ્લા કલેકટર વરુણકુમાર બરનવાલની અધ્યક્ષતામાં પાલનપુર ખાતે યોજાયો હતો. જેમાં જિલ્લામાંથી 32 જેટલા અરજદારોએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા. જેનું હકારાત્મક અભિગમ સાથે નિરાકરણ લાવવામાં આવ્યું હતું. તેમજ અરજદારોએ રજૂ કરેલ પ્રશ્નના સંબંધમાં કલેક્ટરએ લાગતા વળગતા વિભાગના અધિકારીઓને જરૂરી સૂચન અને આદેશ કર્યા હતા.
બનાસકાંઠા જિલ્લા કક્ષાના પ્રશ્નો માટે લોકોએ તેમની ફરિયાદ માટે ઉચ્ચ કક્ષાએ ગાંધીનગર સુધી જવું ના પડે તે માટે જિલ્લા કક્ષાએ દર મહિનાના ચોથા બુધવારે જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ દિવસનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લાભરમાંથી 32 અરજદારો દ્વારા દબાણ, આવાસ, સિલાઈ મશીન, ખેતરમાંથી પસાર થતા વિજતાર, જમીન માપણી, રી-સર્વેમાં ક્ષતિ સુધારણા, મફતગાળાના પ્લોટ, અનઅધિકૃત બાંધકામ અને દબાણ દૂર કરવા, રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભ મેળવવા તથા પીવાના પાણી સહિતના પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી. જે સંદર્ભે કલેક્ટરએ અરજદારોના પ્રશ્નો સાંભળી તેનું યોગ્ય નિરાકરણ લાવવા સંબંધિત ખાતાના અધિકારીઓને સૂચના આપી હતી જોકે કાર્યક્રમમાં જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.