ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે ઓછી ખાંડનો આહાર, સારી જીવનશૈલી (Lifestyle) અને દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે. ઘણા લોકો સુગર કંટ્રોલ કરવા માટે ડોક્ટરની સલાહ પર ઇન્સ્યુલિનનો ડોઝ પણ લે છે.
આ પણ વાંચો: આખો દિવસ ચલાવશો AC તો પણ બિલ આવશે Zero, જાણો શું કરવું પડશે?
આ રોગને કાબૂમાં રાખવા માટે ખાવા-પીવાની બાબતમાં ઘણું બધું ટાળવું પડે છે. એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે તમારા રસોડામાં રાખવામાં આવેલ શાકભાજી બ્લડ શુગરને કંટ્રોલ કરી શકે છે.
જો આ શાકભાજીનો અર્ક કાઢીને પીવામાં આવે તો થોડા સમયમાં ચોંકાવનારા પરિણામો જોવા મળે છે. સંશોધકોએ આ શાકભાજીને ડાયાબિટીસ કંટ્રોલ કરવાનો સૌથી સસ્તો ઉપાય ગણાવ્યો છે.
એક્સપ્રેસ ડોટ કોમના રિપોર્ટ અનુસાર, અમેરિકામાં એન્ડોક્રાઈન સોસાયટીની મીટિંગ દરમિયાન સંશોધકોએ ડાયાબિટીસને કંટ્રોલ કરવાની ખૂબ જ સરળ રીત જણાવી હતી. રિસર્ચ પેપર રજૂ કરતાં તેમણે જણાવ્યું કે ડુંગળી (Onion diabetes) નો અર્ક શુગરના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો: Instagram Story ને આ રીતે મિનિટોમાં કરો Download, કોઈ App ની જરુર નહીં પડે
દરરોજ તેનું સેવન કરવાથી બ્લડ સુગર 50 ટકા સુધી ઘટાડી શકાય છે. સંશોધન મુજબ, ડુંગળી સરળતાથી મળી રહે છે અને તેની કિંમત પણ વધારે નથી. ડુંગળીનો ઉપયોગ કરીને ઘરે બેઠા ડાયાબિટીસને નિયંત્રિત કરી શકાય છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
ટૅગ્સ: 10 આરોગ્ય ટિપ્સ, ડાયાબિટીસ સંભાળ, જીવનશૈલી