સ્ક્રબિંગ કરી શકાય
કેરીની છાલ કેટલીક બ્યુટી ટેકનિક માટે ઉપયોગી છે. જેમ કે તમે કેરીની છાલથી સ્ક્રબ પણ બનાવી શકો છો. આ સ્ક્રબ બનાવવા માટે કેરીની છાલને પીસીને પછી તેમાં કોફી પાઉડર ઊમેરવો. હવે આ સ્ક્રબને ચહેરા અને શરીર પર સારીરીતે લગાવવું અને સર્ક્યુલર મોશનમાં મસાજ કરી ધોઈ દેવું.
આ પણ વાંચો: સંજીવની! ઉનાળામાં માત્ર ત્રણ મહિના બજારમાં મળે છે આ ફળ, ફાયદા એટલા કે ખરીદવા માટે થાય છે પડાપડી
દાગ-ધબ્બા દૂર કરે
જો તમારી સ્કીન પર ઘણાં દાગ ધબ્બા હોય અને તમે એ દૂર કરવા ઈચ્છો છો તો કેરીનાં છોતરાનો ઉપયોગ કરવો જોઈએ. તેને ચહેરા પર લગાડવા માટે પહેલાં મિક્સરમાં તેને પીસી લઈને પછી ચહેરા પર એ માસ્કને 5 મિનીટ સુધી લગાડીને રાખવું. હવે ચહેરાને પાણીથી સાફ કરી શકો છો.
ટેનિંગ દૂર કરવા ઉપયોગી
કાળજાળ ગરમીમાં બહાર નિકળવાની સાથે જ સ્કિન દાઝવા લાગે છે અને ટેનિંગ થવા માંડે છે ત્યારે કેરીનાં છોતરાં તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. કેરીની છાલ કેટલીક બ્યુટી ટેકનિક માટે ઉપયોગી છે. જેમાંથી એકમાં કેરીની છાલને પીસીને પેસ્ટ બનાવી લેવી. પછી તેમાં એક ચમચી દહીં મિક્સ કરીને પેસ્ટને ટેનિંગવાળી સ્કીન પર લગાવવાથી થોડા સમયમાં ટેનિંગ દૂર થઈ જશે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
ટૅગ્સ: સૌંદર્ય ટિપ્સ, ચહેરો, ઉનાળામાં ત્વચાની સંભાળ